ગીર સોમનાથ: વેરાવળ નજીક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. મળતી માહિતી પ્રમાણે 50થી વધુ બાળકોને  ફૂડ પોઇઝનિંગની અસર થયાનું અનુમાન છે. તમામ બાળકોને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે તેઓ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ છે.




 સ્કૂલમાં બપોરનો નાસ્તો કર્યા બાદ બાળકોને ઝેરી અસર થઈ છે. શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ઘટનાની જાણ થતા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ફૂડ પોઈઝનિંગને લઈને બાળકોના વાલીઓ ઘેરી ચિંતામાં જોવા મળી રહ્યા છે.


હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શરુ થયો વરસાદ


 હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદનું આગમન થયું છે. જેતપુર પંથકમા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. ધીમી ધારે જેતપુર પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


 આગમન


અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.


 





Published at: 24 Jun 2023 07:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.