આણંદઃ આણંદમાં લગ્નેતર સંબંધોના એક કિસ્સામાં યુવકને પત્નિની સગા ફોઈની દીકરી સાથે જ શારીરિક સંબંધ બંધાયા હતા. પત્નિ નોકરીએ જતી ત્યારે યુવક પત્નિની સગા ફોઈની દીકરીને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતો હતો. પાડોશીઓએ પત્નિની  ગેરહાજરીમાં  પ્રેમિકા ઘરે આવતી હોવાનું કહેતાં પતિને રંગે હાથ ઝડપી લેવા પત્નિ ઘરે રોકાઈ ગઈ હતી. બપોરે ફોઈની દીકરી ઘરે આવતાં પત્નિને કોઈ શાંકા નહોતી ગઈ પણ પછી પત્નિના મોબાઈલમાં ફોટા જોતાં બહેન જ પ્રેમિકા હોવાનો ધડાકો થતાં મામલો મહિલા હેલ્પલાઈનમાં પહોંચ્યો હતો. હેલ્પલાઈનના કાઉન્સેલરે માંડ માંડ સમજાવીને સમાધાન કરાવ્યું હતું.


આ ઘટનાની વિગત એવી છે કે, યુવતીને પતિના અન્ય યુવતી સાથેના શરીર સંબંધની જાણ પાડોશીઓ દ્વારા થઈ હતી.  પત્ની નોકરીએ જતી ત્યારે પ્રેમિકા રોજ તેના ઘરે આવી જતી હતી. બંને ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં. આ વાતની જાણ પાડોશીઓએ કરતાં યુવતી પતિને રંગે હાથ ઝડપવા માટે ઘરે રહી હતી. બપોરે તેના ઘરે સગા ફોઈની દિકરી આવતાં પત્નિને કોઈ શંકા ગઈ ન હતી. જો કે ખાતરી કરવા પત્નીએ પોતાના પતિનો મોબાઈલ તપાસતાં તેમાં સગા ફોઈની વિધવા દિકરીના ફોટા નિકળતાં તેને આઘાત લાગી ગયો હતો.


દરમિયાનમાં પતિ અને પ્રેમિકાએ પોતે અલગ નહીં થાય એવું કહેતાં યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનને ફોન કર્યો હતો. યુવતીએ  મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો કે મારા પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે.  મહિલા હેલ્પલાઈનની ટીમ ઘરે પહોંચતાં યુવતીએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો તેથી પતિ પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવતો હતો.


મહિલા હેલ્પલાઈનની ટીમે પતિ અને પ્રેમિકા બંનેને સમજાવી અને અલગ થવા કહ્યું હતું પણ બંને તૈયાર ન થતાં કાયદાકીય સમજ આપતાં તેઓએ એકબીજા સાથે સંબંધ ન રાખવા તૈયાર થઇ ગયા હતા અને સુખદ સમાધાન થયું હતું.