છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસ અગાઉની લહેર કરતા પણ હાઈએસ્ટ નોંધાઈ રહ્યા છે. ગુરૂવારે પણ ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા હતા. આ વચ્ચે જ આજથી ગુજરાત યુનિ.ની પીજીની પરીક્ષાઓનો પ્રારંભ થયો. ગુજરાત યુનિવર્સિટીએ યુજીના વિવિધ કોર્સમાં સેમેસ્ટર-1ની પરીક્ષાની 18મી માર્ચથી શરૂ કરાયા બાદ કોરોના સંક્રમણને લઈને સરકારના આદેશથી યુજીની પરીક્ષાઓ તો મોકુફ કરી દીધી હતી.


જોકે પીજીની પરીક્ષા અગાઉ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ લેવાઈ રહી છે એમ.એ રેગ્યુલર અને એકસ્ટર્નલ સેમેસ્ટર -1, એમએસસી સેમેસ્સટર -1 તથા એમ.કોમ રેગ્યુલર અને એક્સટર્નલ સેમેસ્ટર-1ની તથા એમએલડબલ્યુ અને એમ.એડ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષાઓ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27,  જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24,   ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.