ઈનોવેટિવ પાઈપ્સ અને ફિટિંગ્સના અગ્રણી ઉત્પાદક અને વિક્રેતા અમદાવાદ સ્થિત આંજનેય જૂથે, જૂથની રજત જયંતિની ઉજવણી નિમિત્તે  આંજનેય પંચગવ્યમ્ ઈન્ડિયા અને આંજનેય કમ્પોસ્ટેબલ ઈન્ડિયાના લોન્ચિંગ સાથે ફાર્મા ક્ષેત્રે પદાર્પણની જાહેરાત કરી હતી.


પંચગવ્યમ્ બ્રાન્ડ નામ સાથે આંજનેય પંચગવ્યમ્ ઇન્ડિયા દ્વારા ફાર્મા સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરતા આંજનેય જૂથના ડાયરેક્ટર શ્રી રિતેશ પી ઠક્કરે જણાવ્યું હતું કે, "આપણી જીવનશૈલીમાં આધુનિકીકરણને કારણે ભારતીય હેલ્થકેર ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનો જોવાયા છે, અને કોવિડ યુગ પછીની અસર તેના પર પડી છે. આપણી પાસે આયુર્વેદનો સમૃદ્ધ વારસો છે અને લોકોને આયુર્વેદમાં વિશ્વાસ છે, જેના આધારે અમે ફાર્મા સેગમેન્ટમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો છે, જ્યાં અમારું સૂત્ર છે "વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું મિલન".


તેમણે જણાવ્યું હતું કે, "અમારી પાસે પંચગવ્યમ્ આધારિત કેપ્સ્યુલ્સ/ટેબ્લેટ્સ, પંચગવ્ય ન્યાસા અને મેડિકેટેડ ગ્રીટ સહિત 9થી વધુ પ્રોપરાઇટરી ફોર્મ્યુલેશન્સ છે, જેને એફડીસીએ અને આયુષ મંત્રાલય એફડીસીએ, ભારત સરકાર ઉપરાંત દુનિયાભરનાં કેટલાંક શ્રેષ્ઠ નિદાન કેન્દ્રોની મંજૂરી અને માન્યતા પ્રાપ્ત થઈ છે. તમાકુ, ધૂમ્રપાનની લતથી છુટકારો મેળવવા માટે અમે આવી આયુર્વેદિક દવાઓ વિકસાવી છે, એમ શ્રી ઠક્કરે જણાવ્યુંહતું.


આંજનેય ગ્રૂપે પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સ ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે. જૂથ દ્વારા આંજનેય કમ્પોસ્ટેબલ ઇન્ડિયાને "અર્થોલ્યુશન" – કમ્પોસ્ટેબલ પેકેજિંગ અને ટેકઅવે પેકેજિંગ સોલ્યુશન્સ બ્રાન્ડ નામ સાથે પણ લોન્ચ કર્યું છે. આ સાહસ વિશે માહિતી આપતા શ્રી રિતેશ પી ઠક્કરે જણાવ્યું હતું કે, ધરતીની માવજતના વિઝન અને ધ્યેય સાથે આંજનેય જૂથે સંશોધન અને વિકાસ કાર્ય હાથ ધર્યું હતું અને હવે તે કમ્પોસ્ટેબલ પેકેજિંગ સોલ્યુશન્સમાં એક નવું સાહસ શરૂ કરી રહ્યું છે જ્યાં અમારો ઉદ્દેશ્ય "નો પ્લેનેટ બી" છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ-યુઝપ્લાસ્ટિક એ ભયાનક દુષણ છે, જે આપણી જમીનના પ્રદૂષણનો મુખ્ય સ્રોત છે. આમ, વિકસાવાયેલા ઉત્પાદન એ ધરતી માતાના રક્ષણ માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો એકમાત્ર ઉપાય અને વિકલ્પ છે કારણકે "આપણાં માટે બીજી કોઈ ધરતી નથી’’.  તેમણે ઉમેર્યું હતું કે, ઉત્પાદન ટેક્નોલોજીની સાથે સાથે તમામ વિકસિત કમ્પોસ્ટેબલ ટેબલવેર અને પેકેજિંગ સામગ્રીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો દ્વારા માન્યતા આપવામાં આવી છે.