સુરેંદ્રનગરમાં વિરમગામ - સુરેન્દ્રનગર રોડ પર ડમ્પરની અડફટે બે વ્યક્તિઓના મોત થયા છે. લખતરના કડુ ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ચોટીલા દર્શનાર્થે જઈ રહેલ એક પદયાત્રી અને પદયાત્રી કેમ્પમાં સેવા આપતા એક યુવાને અડફેટે લેતા મોત થયા છે. જ્યારે અન્ય ચારથી પાંચ પદયાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચૈત્રી પૂનમ નિમિત્તે ચાલીને ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
કાશ્મીરમાં 9 મહિનાના બાળકને ઉઠાવી-ઉઠાવીને પટક્યુ
સોશિયલ મીડિયા પર એક નવ મહિનાના બાળકની ધુલાઇ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળકીને ખોળામાં લઇને બેસેલી તેની માં એક પછી એક કેટલીય થપ્પડો મારી દે છે. આ દરમિયાન તે તેનુ ગળુ પણ દબાવે છે. એટલુ જ નહીં બાળકીના પેટ પર પણ મારે છે. વીડિયો વિશે કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરનો છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે.
અધિકારીઓએ કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ લોકોએ મહિલાની ક્રૂરતા માટે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રૂરતાથી માર મારતી દેખાઇ રહી છે. 45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચુપ કરાવે છે, પરંતુ તે ચુપ નથી થતો. જેને કારણે મહિલા તેને ક્રુરતાપૂર્વક માર મારે છે. તેને ઉઠાવી ઉઠાવીને પટકી રહી હતી, બાળક રડી છે. માનવતાને હચમચાવી નાંખનારો આ વીડિયો એકદમ ક્રૂરતાથી ભરેલો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની આ મહિલાને પકડી લીધી છે.
Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર
Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ
Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત