ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 13 ફેબ્રુઆરી 2022 ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. 2018માં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેઓ આ પરીક્ષા આપી શકશે. નવા ફોર્મ ભરવામાં નહી આવે.
પરીક્ષા પદ્ધતિ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષઆ એમસીક્યૂ અને ઓએમઆર પદ્ધતિથી લેવાશે. આ પરીક્ષામાં ભગ લેવા માટે આ પોર્ટલ https://gsssb.gujarat.gov.in/ પર નજર રાખતી રહેવાની સૂચના આપવામાં આવી છે. ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.
19મી ડિસેમ્બરે યોજાશે 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી, આજથી આચારસંહિતા લાગુ
ગુજરાતમાં આગામી 19મી ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું નોટિફિકેશન 29મી નવેમ્બરે જાહેર થશે. મતદાન 19 ડિસેમ્બર રવિવારે મતદાન યોજાશે. મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે. આજે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.
સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે. બેલેટ પેપરથી મતદાન થશે. પુનઃ મતદાનની તારીખ (જરૂર જણાય તો) 20 ડિસેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24મી ડિસેમ્બર છે. ગ્રામ પંચાયત માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે.
આ 10,879 અંદાજિત ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.