ગાંધીનગર: કોરોના વાયરસને લઈને સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનના પગલે ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં વીજ વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે રાજ્યના ઉર્જા મંત્રીએ વીજ યુનિટને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં ગરીબ લોકોને મોટો ફાયદો થશે.

ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે વીજ યુનિટને લઈને BPL કાર્ડધારકોના કુટંબના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. જેમાં સૌરભ પટેલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, માસિક 50 યુનિટ દીઠ સુદી 1.50 પૈસાનો ભાવ લેવામાં આવશે. આ પહેલા 30 યુનિટ પર 1.50 પૈસા વસુલવામાં આવતાં હતા.

હવે BPL કાર્ડધારકોના કુટંબના પરિવારને પહેલા જે 30 યુનિટ માટે આપવા પડતાં હતા તે હવે માસિક 50 યુનિટ દીઠ ચુકવવા પડશે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ સાથે ખેતીવાડીમાં લિફ્ટ ઓરિગેસનામાં યુનિટ દીઠમાં પણ ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે ઉર્જા મંત્રીએ રાત્રે ઉદ્યોગોમાં વપરાતી વિજળીમાં પણ લાભ અંગે અપાશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વીજ બીલ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. રાજ્યમાં જેમને GEB એટલે કે ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે. તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે સુધી કરવામાં આવી છે.