અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આજે 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ નવા કેસ અમદાવાદમાં છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો છે. જેમાં 67 સ્ટેબલ છે, 03 વેન્ટિલેટર પર છે અને 6ને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.



રાજ્યમાં ક્વોરન્ટીનની સંખ્યા 19,206 છે. જેમાંથી 18,487 હોમ ક્વોરન્ટીન, 743 સરકારી ક્વોરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન છે. રાજ્યમાં કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે. જ્યારે 3 ટેસ્ટ પેન્ટિંગ છે.



કોરોના વાયરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. ગુજરાતમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તમામે કેસો અમદાવાદમાં નોંધાય છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાયરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.



અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના, 3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. હાલ કોરોનાને લઈને ગુજરાત સરકાર કામે લાગી છે.



ગુજરાતમાં કોરોના આંકડા પર એક નજર કરીએ તો, અમદાવાદમાં 31 પોઝિટિસ કેસ નોંધાય છે જ્યારે 3નાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 11, રાજકોટ અને સુરતમાં 10-1 કેસો નોંધાય છે. વડોદરામાં 9, ભાવનગરમાં 6, ગીરસોમનાથમાં 2 કેસો છે. આ ઉપરાંત કચ્છ-મહેસાણા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયેલા છે. આ તમામ કેસમા 6 લોકોનાં મોત નિપજ્યાં છે.