નવસારીના પાણી પુરવઠા કૌભાંડમાં હવે સુરત CID ક્રાઈમે વધુ એકની ધરપકડ કરી છે. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડમાં પોલીસે બીલીમોરાના નાયબ ઈજનેર પાયલ બંસલની ધરપકડ કરી છે. અગાઉ પાણી પુરવઠા વિભાગના 14 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. પાણી પુરવઠા વિભાગ તરફથી 90થી વધુ ગામોમાં અધૂરા કામ અથવા કાગળ પર કામો બતાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
CID ક્રાઈમના સૂત્રોએ સ્પષ્ટતા કરી કે રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023-24માં 12.44 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર આચરવામાં છ સરકારી અધિકારી અને એક નિવૃત સરકારી અધિકારીની સંડોવણી ખૂલી છે. CID ક્રાઈમે 7 અધિકારી અને 7 કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ કર્યો હતો.
કામ ન થયું હોવા છતાં ખોટા બિલ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. 159 કામો ન કરવા છતા સરકારી નાણાં કોન્ટ્રાકટરને ચૂકવી દીધા હતા. સુરત સીઆઇડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બીલીમોરાના ના.ઈજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી. અગાઉ આ કૌભાંડમાં 14 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. 90થી વધુ ગામોમાં કાગળ પર કામો બતાવી કરોડોનું કૌભાંડ આચરાયું હતું.
આ કૌભાંડમાં વાંસદાના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા રાજ, બિલીમોરાના નાયબ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલ, નવસારીના અધિક મદદનીશ ઇજનેર કિરણ પટેલ, વિભાગીય હિસાબનીશ રાજેશ કુમાર ઝા, નવસારી વિભાગીય કચેરીના સિનીયર ક્લાર્ક આર જી પટેલ, વિભાગીય કચેરીના સિનીયર ક્લાર્ક જે.પી.પરમાર, નિવૃત કાર્યપાલક ઇજનેર દલપતભાઇ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. EDએ 19 સ્થળોએ પાડેલા દરોડામાં પર્દાફાશ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ગોંડલ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગોંડલની એક પોસ્ટ ઓફિસમાં જ 9.97 કરોડની ગોલમાલ ઝડપાઇ હતી. 606 બોગસ ખાતાથી 18.60 કરોડનો ચૂનો લગાવ્યાનો પર્દાફાશ થયો હતો. તપાસમાં પોસ્ટલ અધિકારી અને કર્મચારીઓની સંડોવણીનો પણ ખુલાસો થયો છે.
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે