ગુજરાત રાજ્યએ વેક્સિનેશન ક્ષેત્ર હાંસલ કરી છે વધુ એક સિદ્ધિ. ઓગષ્ટ મહિનામાં માત્ર 23 દિવસમાં જ 1 કરોડ 18 હજાર વેક્સિનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 31 લાખ 68 હજાર 497 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિ દસ લાખ વેક્સિનેશનમાં પણ ગુજરાત દેશભરના મોટા રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,066 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 166 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,066 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 , સુરત 3, અમરેલી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારી
કોરોનાની સંભવિત્ર ત્રીજી લહેરને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી તૈયારીઓ. SVP હોસ્પિટલમાં 350 નવા બેડ ઉમેરાશે. સાથે જ 1100 ઑક્સિજન પોઈંટ અને 471 વેક્યૂમ પોઈંટ ઉભા કરાશે. ત્રીજી લહેર માટે કુલ 72 લાખ 16 હજાર ના ખર્ચે AMC સંચાલિત હૉસ્પીટલમાં નવા સંસાધન ઉમેરવા આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ સાથે શહેરમાં સવા ચાર કરોડના ખર્ચે સ્મશાનમાં ઈલેટ્રિક ભઠ્ઠીનું સમારકામ કરાશે.