Rain Update: અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી ઘણા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદીમાહોલ જામ્યો છે. ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.


અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ માળીયા હાટીનામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના જેતપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જાણીએ ક્યાં તાલુકામાં  24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો


છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં નોંધાયો વરસાદ


છેલ્લા 24 કલાકમાં માળીયા હાટીનામાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કુકાવાવમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં વરસ્યો બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં વરસ્યો બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કુકરમુંડામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ઓલપાડમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જામકંડોરણામાં વરસ્યો સવા ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાણાવાવમાં વરસ્યો સવા ઈંચ વરસાદ


ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં (Gujarat)  વરસાદના (rain) રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


છેલ્લા 24 કલાકમાં ઉપલેટામાં વરસ્યો સવા ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં વરસ્યો એક ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પાદરામાં વરસ્યો એક ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સોનગઢમાં વરસ્યો એક ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં લોધીકામાં વરસ્યો એક ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણીમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે.. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની (rain) આગાહીને (forecast) પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે.


છેલ્લા 24 કલાકમાં નિઝરમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કેશોદમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ધોરાજીમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 15ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે.