અમદાવાદ કોર્પોરેશને અમદાવાદમાં 20 કે તેનાથી વધુ વર્ષ જુના થયેલા મકાનોની સ્કિમને રિડેવલમેન્ટની મંજૂરી આપી છે. જેમાં અમદાવાદા પશ્ચિમ વિસ્તારના મકાનનો સમાવેશ થયા છે.
અમદાવાદમાં 20 કે તેનાથી વધુ વર્ષ જુના થયેલા મકાનોની સ્કિમને રિડેવલમેન્ટની મંજૂરી આપી છે. અમદાવાદમાં એવી અનેક બિલ્ડિંગ છે. જે 20 કે તેનાથી વધુ વર્ષ જુની હોવાથી જર્જરિત થઇ ગઇ છે. જેનું તોડી પાડીને નવું બાંધકામ કરવું જરૂરી છે. ત્યારે અમદાવાદમાં હવે આવી 35 રેસિડન્ટ સ્કિમને નવા મકાનો મળશે. જૂની 35 રહેણાંક સ્કીમના રિડેવલોપમેંટ માટે મંજૂરી અપાઇ છે.
વીસકે તેનાથી વધારે વર્ષ જૂની 35 રહેણાંક સ્કીમના રિડેવલોપમેંટ માટે મંજૂરી અપાઇ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં....નારણપુરા,નવરંગપુરા, પાલડી, વાસણા, વાડજ ઉપરાંત જોધપુર વિસ્તારના 20થી વધુ વર્ષ જુના મકાનોને તોડી પાડીને અહીં રિડેવલપમેન્ટ કરાશે. અમદાવાદમાં આવી 35 રહેણાંક સ્કિમને મંજૂરી અપાઇ છે. .
આશાબહેનના આજે અંતિમ સંસ્કાર
ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેમના નિધનના પગલે સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે તેમજ ઊંઝાના વેપારીઓએ આજે સવ્યંભુ બંધ પાળ્યું છે. ઊંઝા APMC પણ સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં સંપૂર્ણ બંધ રહેશે. ઊંઝાથી આશાબેનના પાર્થિવદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે અને સિદ્ધપુર ખાતે તેમના આશાબેનના અંતિમ સંસ્કાર કરાશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી છે. આજે સવારે ઊંઝાથી આશાબેનના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ લઈ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામા આવશે.
આ પણ વાંચો