એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર હજુ રવિવાર સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને આસપાસ રહેવાની શક્યતા છે.

Continues below advertisement

એપ્રિલ મહિનામાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહ્યું છે અને હજુ પાંચ દિવસ રાજ્યમાં અગનવર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે બુધવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હવામાન વિભાગના મતે આજે સુરત, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને દિવમાં યલો એલર્ટ રહેશે.

Continues below advertisement

તો શુક્રવારથી રવિવાર સુધી બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે. તો આજે અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. રાજ્યમાં બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.

તો અમદાવાદમાં પણ 44.2 ડિગ્રી સાથે એપ્રિલમાં પડેલી ગરમીનો દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અમદાવાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર હજુ રવિવાર સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં હજુ પાંચ દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં ગરમીનો પારો 43.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભૂજમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો રાજકોટમાં બુધવારે ગરમીનો પારો 42.5 ડિગ્રી સુધી પહોંચતા રાજકોટના નાગરિકો આકરા તાપમાં શેકાયા હતા.

ડિસામાં ગરમીનો પારો 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હત. તો વડોદરામાં ગરમીનો પારો 41.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતુ. ભાવનગરમાં ગરમીનો પારો 40.5 ડિગ્રી, કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 40.3 ડિગ્રી અને સુરતમાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ

LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર

Continues below advertisement
Sponsored Links by Taboola