અરવલ્લીઃ માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે. આ અકસ્માતમાં કુલ 6 પદયાત્રીઓના મોત થયા છે. જ્યારે 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્ત ને માલપુર સીએચસી ખસેડાયા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વતની હતા.




અરવલ્લીમાં પદયાત્રીઓનો અકસ્માતમાં ઘાયલ ૯ લોકોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. પોલીસ તપાસમાં ઇનોવા ચાલક મામલે ચોંકાવનારો ખુલાસો. ગઈકાલે પુણેથી સતત ૨૦ કલાકથી કાર ચલાવતો હતો. પુણેથી ઉદેપુર તરફ જતો હતો ઇનોવા કાર ચાલક. કાર ચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત. ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.


મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટમાં કહ્યું હતું કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.







મૃત્યુ પામનારના નામ


જાદવ પંકજભાઈ રમણભાઈ - 23 ઉ.વર્ષ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ


પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ - 23 ઉ.વર્ષ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ


સંજયકુમાર નરેશભાઈ તિલવાડ - 29 ઉ.વર્ષ - રહે વલુડી - તા. લીમ ખેડા - જી દાહોદ


અપશીંગભાઈ સોનિયા બારીયા - 29 ઉ.વર્ષ - રહે ખિરખાઈ , તા. લીમ ખેડા - જી દાહોદ


સુરેશભાઈ મોહનભાઈ બામણીયા - 54 ઉ.વર્ષ - રહે .ક્રિષ્ણાપુર, તા. મેઘરજ , જી. અરવલ્લી


એક અજાણ્યા ઈસમ


ઈજા પામનાર નામ


ખુમાનસિંહ મંગળસિંહ પરમાર - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ


રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ


અતુલ ઉદેસિંહ પરમાર - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ


ભુપેન્દ્રસિંહ રતિલાલ ચૌહાણ - રહે. મોઢ ડુંગરી


શૈલેષભાઈ કાળાભાઈ નટ્ટ - રહે.ક્રિષ્ણાપુર , તા. મેઘરજ