પોરબંદર: ગુજરાતમા હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.
જેને પગલે તેમના સમર્થકો અને ભાજપમા ખુશની માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડીયાનું નામ જાહેર થયા બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમા કેન્દ્ર અને ગુજરાતના ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે એવુ પણ જણાવ્યુ હતુ કે લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને તેઓ જંગી બહુમતીથી વિજયી બનશે. સાથે એમ પણ જણાવ્યું હતુ કે પોરબંદરના વિકાસ માટે અત્યારે સુધી પ્રયાસો થયા છે આગામીદિવસોમા પોરબંદરને પ્રવાસન ક્ષેત્રે વિકાસવા માટે પ્રયાસો કરવામા આવશે. પોરબંદર બેઠક પર વર્ષોથી કૉંગ્રેસમાંથી લડતા અર્જુન મોઢવાડીયા હવે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પોરબંદરના રાજકારણમા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. જો કે કૉંગ્રેસે પોરબંદર વિધાનસભા બેઠક પર હજુ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી ત્યારે કૉંગ્રેસનો નવો ચહેરો કોણ હશે તે જોવાનુ રહેશે.
ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે 4 રાજ્યોમાં પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સિક્કિમમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાં 5, હિમાચલ પ્રદેશમાં 6, કર્ણાટકમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે સિક્કિમમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 14 નામોની જાહેરાત કરી હતી. હવે બીજી યાદી આવતાં જ 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અહીં કુલ 32 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક છે.
લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે. તેના માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજીનામું આપનાર ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી છે. જે પાંચ સીટ માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા, વિજાપુરથી ચતુરસિંહ ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial