સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીના મજૂરી કામ કરતા મજૂરનું અઢી વર્ષનું બાળક પડી ગયું હતું. ત્રણ વર્ષીય શિવમ રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. જેની જાણ થતા મામલતદાર ફાયરબ્રિગેડ આરોગ્યની ટીમ અને આર્મીના જવાનો દોડી ગયા હતા. બાળક બોરવેલમાં 30 ફૂટ પર સલવાયું હતું. સાડા ત્રણ કલાકની જહેમત બાદ ધ્રાંગધ્રા આર્મી જવાનો અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.



આ અંગેની વિગતો એવી છે કે, મંગળવારે દુદાપુર ગામે બન્યો હતો. કાળુભાઈ રબારીના વાડીમાં વાડીના મજૂરનું અઢી વર્ષનું બાળક રાત્રે 8 વાગ્યે પડી ગયું હતું. જેની જાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. તપાસ કરતા બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેમજ બાળક 30 ફૂટે સલવાઈ ગયું હતું. બાળકને જીવીત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરી બાળકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. 


ભારે જહેમત બાદ બાળકને હેમખેમ બહાર કાઢી બાળક વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયો છે. ઘટનાની જાણ થતાં ધાંગધ્રા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આઇપીએસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 


નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત


કચ્છઃ કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગની છવાઇ. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી હતી. સોમવારે તેના વતન ખાતે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. 


આ અંગે મળતી વિગતો મુજબ, શનિવારે કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર આવ્યો હતો. દરમિયાન કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી. રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે. 


Surat : સ્તનપાન કર્યા પછી પાંચ માસની બાળકી મોતને ભેટી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સાચું કારણ આવશે સામે


સુરત : શહેરના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકરનગર ખાતે રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બાળકીને માતાએ સ્તનપાન કરાવ્યા બાદ મોતને ભેટી છે.  પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાકેશ દાસ ફૂટની લારી ચલાવી પત્ની કિરણદેવી અને બે પુત્ર તથા ત્રણ પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.