ARVALLI : અરવલ્લી જિલ્લાઆ બાયડ તાલુકાના સાંઠબામાં પોલીસ સ્ટેશનમાં કાયદાના લીરેલીરા ઉડ્યા છે. સાંઠબામાં પોલીસ સ્ટેશનમાં બહારના શખ્સોએ ઘુસી આરોપીને માર માર્યો. કથિત ચોરને માર મારવાનો વિડીયો વાયરલ થયૉ છે. બાઈક ચોરીના આરોપીને બહારના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ઘુસીને માર માર્યો હતો. આ 6 શખ્સોએ ચોરને માર મારી ઘટનાનો વિડીયો પણ વાયરલ કર્યો.
વિડીયો જન્માષ્ટમીના દિવસનો હોવાનું ખુલ્યું
આ વિડીયો મામલે મળતી માહિતી મુજબ વિડીયો જન્માષ્ટમીના દિવસનો હોવાનું ખુલ્યું છે. જન્માષ્ટમીના દિવસે સાંઠબામાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હતો ત્યારે પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમામ 6 શખ્સોની ધરપકડ
વિડીયોમાં દેખાતા 6 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ ઘટનામાં પોલીસ સ્ટેશનના ઘુસી માર મારવાના ગુનામાં તમામ 6 શખ્સોની ધરપકડ કરી છે.
સાંઠબા પોલીસ સ્ટેશનના PSI અને PSO સામે કાર્યવાહી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાંઠબા પોલીસ સ્ટેશનમાં આરોપી ચોરમને માર મારવાના મામલે એસપી સંજય ખરાતે કડક કાર્યવાહી કરી છે. સાંઠબા પોલીસ સ્ટેશનના PSI અને PSO સામે બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે ખાતાકીય તાપસના આદેશ આપવામાં આવ્યાં છે.
યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોનો ત્રાસ, ધર્મશાળામાં ઘુસી કર્મચારીને માર માર્યો
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું મા અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. પવિત્ર યાત્રાધામ અંબાજીની નોંધ સમગ્ર દેશ લેતું હોય છે. હાલમાં યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વો ત્રાસ જોવા મળી રયો છે. અમુક સમાજિક તત્વો અંબાજીની ધર્મશાળામાં ઘુસી કામ કરતા કર્મચારીને માર મારવાનો વિડિઓ સીસીટીવીમાં કેદ થયો છે.
અંબાજી માં અસામાજિક તત્વોના આંતકની ઘટના બની છે. સમગ્ર ઘટના અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે આવેલી મહેસાણા વાળી ધર્મશાળામાં બની હતી. મહેસાણા વાળી ધર્મશાળામાં કામ કરતા પ્રવીણ સોલંકી નામના યુવકને અમુક અસામાજિક તત્વો મોબાઈલ આપ તેમ કહીને મોબાઈલ ના આપતા માર માર્યો હતો.
અંબાજીના સ્થાનિક દ્વારા મહેસાણા વાળી ધર્મશાળામાં શુક્રવારના રાત્રે ઘુસી માર મારવાનું સામે આવ્યું છે. ગુંડા તત્વો ધર્મનગરીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યાં છે. અંબાજી મંદિરના બાજુમાં આવેલી મહેસાણાવાળી ધર્મશાળામાં બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ભોગબનનાર પ્રવીણ સોલંકી દ્વારા અંબાજી પોલીસ મથક અરજી આપી છે સાથે યોગ્ય તપાસ કરી અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.