અરવલ્લીઃ માલપુરમાં વીજ થાંભલામાં ફસાયેલ કબૂતરને બચાવવા જતા યુવકનું મોત નીપજ્યું છે.  વીજ તારમાં ફસાયેલ પક્ષીને બચાવવા જતા જીવદયા ઇલેક્ટ્રિક કરંટ લાગતા નીચે પટકાયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવક કબૂતરનો જીવ બચાવવા થાંભલા પર ચડ્યો ત્યારે લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા, જેને કારણે આખી દુર્ઘટના મોબાઇલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 




હેવી વીજલાઇન સાથે સંપર્ક આવતા થાંભલા પરથી યુવક નીચે પટકાયો હતો. યુવાન નીચે પટકાતો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવક તારમાં ફસાયેલા કબૂતરને બચાવવા માટે પાઇપ લઈને ઉપર ચડે છે અને કબૂતરને દોરીમાંથી કાઢવાનો પ્રયાસ કરે છે. જોકે, આ જ સમયે કોઈ રીતે તેને વીજ કરંટ લાગતાં ભડકો થાય છે અને યુવક થાંભલા પરથી નીચે પટકાય છે. આ ઘટનામાં યુવકનું ત્યાં જ મોત થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 







Panchmahal : કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર, પોસીસને શું છે આશંકા?

પંચમહાલઃ હાલોલ તાલુકાના તરખંડા ગામના ગુમ યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.   શૈલેષ ચાવડા નામના યુવકનો મૃતદેહ  ઈટવાડી ગામના કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. યુવક બીજી જૂનની સવારે મોટર સાયકલ લઇ ઘરેથી નીકળ્યો હતો..


સાત દિવસથી ગુમ યુવાનનો મૃતદેહ ઈંટવાડી ગામના નેશ ફળિયાની સીમના એક ખેતરના કુવામાથી મળી આવ્યો છે.  ઘટના સ્થળ પાસેથી યુવકની મોટર સાયકલ મળી આવી છે. મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. 


હાલોલ DYSP સહીતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી pm રૂમ ખાતે મોકલી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.