ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવાની બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા ક્યાં જવું. આ પ્રકારનો એક બનાવ અરવલ્લી જિલ્લા સામે આવ્યોછે. અહી એક PSIએ દારૂ પીને ધમાલ મચાવી હતી.


મેઘરજના ઇસરીના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  દારૂ પી બેફામકાર ચલાવતા પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.  PSI બી એલ રોહિત સામે એસપીએ ખાતાકીય કાર્યવાહી કરી છે.  ઇસરી બજારમાં પૂર ઝડપે કાર ચલાવીને લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા.


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.


દારૂના નશામાં PSI જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા હતો. 


આ બનાવ સામે આવ્યા બાદ  જિલ્લા એસ.પી. સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન ચલાવવાનો  ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે.મેઘરજના ઇસરીના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.   PSI બી એલ રોહિત સામે એસપીએ ખાતાકીય કાર્યવાહી કરી છે.