ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે તબીબીએ કોરોના વાયરસને લઈને જે દાવો કર્યો છે તે જાણીને ચોંકી જશે. તબીબોએ દાવો કર્યો છે કે, રાજ્યમાં કોરોના વાયરસના બીજા વેવમાં યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે.


અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 40 ટકા યુવાનો કોરોનાની સારવાર હેઠળ છે. તેમાં 290 દર્દી એવા છે જેમની ઉંમર 45 વર્ષથી નીચેની ઉંમરના છે અને તેઓ સારવાળ હેઠળ છે. કોરાનાની બીજી લહેરમાં ઝડપથી કોરોનાનો ચેપ ફેલાતો હોઈ એક પછી એક કોરોના સંક્રમિત લકોના ચેપ લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તબીબોનો દાવો છે. તબીબોનું માનવું છે કે, આ કેસ વધવા પાછળનું કારણ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાનું નથી પરંતુ કોરોના વાયરસની તાકાત પહેલા કરતાં પણ વધી છે જેના કારણે આડેધડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.


નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.