Gujarat Rain: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદે જનજીવન પર અસર પહોંચાડી છે. અહીં અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો, હજુ તો અષાઢ મહિનાની શરૂઆત છે, ત્યાં તો જિલ્લામાં સિઝનનો કુલ 41 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદથી અરવલ્લીના ચાર મોટા જળાશયો છલકાયા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ અને સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો અહીં શું છે અરવલ્લીના ડેમોની સ્થિતિ.
છેલ્લા ચાર દિવસથી ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં, રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગુજરાતના ડેમોમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, સતત વરસાદથી અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં જળસ્તર વધતાં લોકોને સતર્ક રહેવા અને એલર્ટ આપવામાં આવ્યું છે.
અરવલ્લીમાં ડેમોની હાલની સ્થિતિ - વૈડી ડેમ - 505 ક્યૂસેક પાણીની આવકવાત્રક ડેમ - 400 ક્યૂસેક પાણીની આવકમાજૂમ ડેમ - 140 ક્યૂસેક પાણીની આવકમેશ્વો ડેમ - 132 ક્યૂસેક પાણીની આવક
ગુજરાતમાં સતત વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું છે. એક મહિનાથી સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર. દક્ષિણ, મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ 41.53 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.