માલપુરઃ અરવલ્લીના માલપુરમાં સરકારી અધિકારઓ દારૂ પીતા ઝડપાયા છે. દારૂની મહેફિલ માણતા 2 નાયબ મામલતદાર ઝડપાયા છે. માલપુર અને બાયડના નાયબ મામલતદાર દારૂ પીતા ઝડપાયા છે. જૈમિન પટેલ અને નિલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. માલપુરના અણિયોર ખાતે દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. 31 ડિસેમ્બરે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે. માલપુરના અણીયોર ગામેથી DySPની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં 31 ડિસેમ્બર ની રાત્રે નગરસેવકનો પુત્ર નશાની હાલતમાં ઝડપાયો હતો. વોર્ડ 14ના નગરસેવિકા જેલમબેન ચોકસીનો પુત્ર ઝડપાયો હતો. બાજવાડા વિસ્તારમાં દારૂની મહેફિલમાં કુણાલ ચોકસી ઝડપાયો હતો. ભાજપની નગર સેવિકાએ પોલીસ મથક માથે લીધું હતું. પોલીસ સાથે ગેરવર્તન થયાના વીડિયો પણ સામે આવ્યા છે. વાત વહેતી થતા ભાજપ લોબીમાં હડકંપ મચી ગયો હતો.
વલસાડના એક બંગલામાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર વલસાડ પોલીસે છાપો માર્યો હતો. વલસાડ પોલીસે 31ની મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓને ઝડપ્યા હતા. વલસાડના સેગવી રોડ પર આવેલી સૂર્ય દર્શન સોસાયટીના બંગલામાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ ચાલતી હતી. મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ મોંઘીદાટ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વલસાડ સીટી પોલીસ એ 8 જેટલા આરોપી ઓને ઝડપી પાડ્યા. જેમાં મોટા ઘર ના નબીરા અને મોટા વેપારીઓ છે, જેઓ કાપડના અને મોબાઈલ ના વેપાર સાથે સંકળાયેલા છે. પોલીસે દારૂ, મોંઘીદાટ કાર અને તમામ ના મોબાઈલ ફોન કબ્જે કર્યા. પોલિસ ઝડપેલા આરોપી પૈકી હાર્દિક મોદી, હિતેશ બલસારા, મયંક કાપડિયા,વિરલ ટેલર, સંદીપ મોદી, વિરલ કંધાર, મહેબૂબ સિદ્દીકી નાઓને ઝડપી પાડ્યા.
વલસાડ જિલ્લામા 31st માં દારૂડિયા ઝડપાયા
વલસાડ જિલ્લાના 13 પોલીસ સ્ટેશનમાં 1422 લોકોને દારૂનો નશો કરી આવતા પોલીસે ઝડપી પાડ્યા છે. તમામ ને પોલીસ દ્વારા ઝડપી પાડી મેડિકલ કરાવી તપાસ હાથ ધરાઈ. તમામ 13 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂડિયા ની પોલીસ સ્ટેશન દીઠ યાદી.
1.વલસાડ રૂરલ 1252.વલસાડ સીટી 1263.ડુંગરી 694.પારડી 2375.ડુંગરા 1306.ઉમરગામ 947.ધરમપુર 578.કપરાડા 779.નાનાપોન્ધા 8410.વાપી જીઆઇડીસી 11611.વાપી ટાઉન 17212.ભિલાડ 9213.ઉમરગામ મરીન 43