Arvind Kejriwal in Gujarat:  ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી આ અંગે તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. દિલ્હીના સીએમ અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે. સીએમ અરવિંદ કેજરીવાલ 6 થી 7 ઓગષ્ટ સુધી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કેજરીવાલ 6 ઓગસ્ટે ટાઉનહોલ ખાતે જામનગરના વેપારીઓને સંબોધિત કરશે અને 7 ઓગષ્ટે છોટા ઉદેપુરમાં જનસભાને સંબોધશે. આ દરમિયાન સીએમ કેજરીવાલ ચૂંટણીની જાહેરાત પણ કરશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોની જાહેરાત કરનાર પ્રથમ પાર્ટી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAP આદમી પાર્ટીએ સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપ્યું છે.


આ ચહેરાઓને તક મળી
પક્ષના ખેડૂત નેતા સાગર રબારી બેચરાજી (જિલ્લો મહેસાણા)થી ચૂંટણી લડશે. આ ઉપરાંત ભીમાભાઈ ચૌધરી દિયોદર (બનાસકાંઠા જિલ્લો), વશરામ સાગઠીયા રાજકોટ ગ્રામ્યમાંથી, શિવલાલ બારસિયા રાજકોટ દક્ષિણમાંથી, જગમાલ વાળા સોમનાથથી, અર્જુન રાઠવા છોટા ઉદેપુરમાંથી, રામ ધડુક  કામરેજ (સુરત)થી,  રાજેન્દ્ર સોલંકી બારડોલી (સુરત)થી, ઓમપ્રકાશ તિવારી નરોડા (અમદાવાદ શહેર)થી અને સુધીર વાઘાણી ગારીયાધારથી ચૂંટણી લડશે.


ગત 1 ઓગષ્ટે સોમનાથમાં સભા સંબોધી હતી 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત ગત 1 ઓગષ્ટે ગુજરાત આવ્યા હતા. તેઓએ સોમનાથમાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાષણની શરૂઆત બોટાદમાં થયેલા કેમિકલ કાંડથી કરી હતી. ગુજરાતમાં લાગુ દારુબંધીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લઠ્ઠાકાંડના મુદ્દાથી શરૂઆત કરી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પડ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે પીડિતોની મુલાકાત લીધી હતી. હજુ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા ગયા નથી. સી.આર.પાટીલ પણ તેમને મળવા નથી ગયા. દરેક વસ્તુમાં વોટ ન જોવા. નશાબંધીના નામે હજારો કરોડોના ધંધા ચાલી રહ્યા છે. જે લોકો પોતાના બાળકોને ઝેરી દારૂ પીવડાવી ઈચ્છે છે તે ભાજપમાં વોટ આપે સારું શિક્ષણ આપવા ઈચ્છતા લોકો અમને વોટ આપે. બેરોજગારીના હિસાબે ગુજરાતના 23 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. સરકારી નોકરી માટે રિશ્વત આપવી પડે છે અને મળતી નથી.