Arvind Kejriwal Gujarat visit: સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ પાટીદારોનો સાથે લેવા માટેના પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટીદારોના મત અંકે કરવા માટે આમ આદમી પાર્ટીનો મોટો ખેલ પાડવા જઈ રહી છે. 


 



આજે નવરાત્રીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાટીદાર સમાજના દાંડીયારાસમાં ભાગ લેશે. કડવા પાટીદાર આયોજીત યુવી ક્લબમાં ભાગ લેછે આપ નેતા. કડવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો દ્વારા વર્ષોથી યુવી ક્લબનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત લેઉવા પાટીદાર દ્વારા યોજવામાં આવતા ખોડલધામ રાસોત્સવમાં પણ હાજરી આપશે. લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો દ્વારા ખોડલધામ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર


અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનભેદના ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અંદર આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.