Gujarat Election : અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનભેદના ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અંદર આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.


સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને ભ્રમિત કરે છે, તેઓ જીતવાના નથીઃ સ્મૃતિ ઇરાની
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને ભ્રમિત કરે છે. દિલ્હીથી આવેલા લોકો ચૂંટણી રમવા આવ્યા છે. તેઓ જીતવાના નથી. આમ આદમી પાર્ટી ગુજરાતીઓના દિલમાંથી મોદીને કાઢી નહીં શકે. મફલર પહેરેલા ભાઈ કાશી ગયા હતા મોદીને હરાવવા. પણ ત્યાંની જનતાએ વડાપ્રધાનને જીતાડ્યા. અહીં મેટ્રો અને વંદે ભારત ટ્રેન ચાલુ થઈ. જ્યારે દિલ્હી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ ખરીદવામાં ભ્રષ્ટાચાર.


તેમણે કહ્યું કે, દિલ્હીથી રમતા રમતા આવેલા લોકોએ એવા લોકોને માળા પહેરાવી જેણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો. આજે છઠના દિવસે હું માતા પાસે ગુજરાત વિરોધીઓને દંડ માંગુ છુ. દિલ્હીમાં 690 ઝૂંપડપટ્ટી અને પીવાના પાણીની અછત. સંગમવિહાર આવો એક વિસ્તાર. 



હેલ્લો કમલશક્તિ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. આ પ્રસંગે સ્ટેજ પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, સાંસદ દર્શના જરદોષ, મહિલા મોરચાના હોદ્દેદારો સાથે ગરબા રમ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરો તેમને ઘેરી વળ્યાં હતા. સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લેવા મહિલા કાર્યકરોએ પડાપડી કરી. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકા સરડવાએ સ્મૃતિ ઇરાણીનું માતાજીની મૂર્તિ અને તલવાર આપી સ્વાગત કર્યું. સ્મૃતિ ઈરાનીએ એક નાની બાળકીને દુર્ગાની મૂર્તિભેટ આપી.


માયા કોડનાનીને શાલ ઓઢાડી સ્વાગત કરાયું. સૌથી જુના મહિલા મોરચાના સભ્ય તરીકે માયા કોડનાનીનું સ્વાગત. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે  કર્યું શાલ ઓઢાડી સ્વાગત. સ્મૃતિ ઇરાનીને મલતા માયા કોડનાની ભાવુક થયા. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું કે, ભાજપ પ્રદેશ મહિલા મોરચો મજબૂત. દેશમાં બહેનોને અધિકાર આપવાનું અને મજબૂત બનાવવાનું કર્યા વડાપ્રધાને કર્યું. વડાપ્રધાનના મહિલા શશક્તી કરણથી બહેનો ઘરની બહાર નીકળતી થઈ. સામાજિક કાર્યોમાં બહેનો આગળ. ગુજરાતમાં ભાજપ મહિલા મોરચાએ કુપોષણ બાળકો માટે સુપોષણ અભિયાન શરૂ કર્યું. મહિલાઓની બીમારીઓ દૂર કરવા પ્રદેશનો ડોકટર સેલ અને મહિલા મોરચાએ કાર્ય કર્યું. 
માહિલા મોરચાએ ગુજરાતમાં 1.45 લાખ મહિલાઓનું લિસ્ટ બનાવ્યું. રાજ્યમાં 50 ટકા મહિલા વોટર. વિરોધી પાર્ટી પાસે મહિલા કાર્યકરો નહીં. વડાપ્રધાને ઉજ્જવલા યોજના થકી લાખો મહિલાઓને ધુમાડા યુક્ત ભોજન બનાવવાની પ્રક્રિયાથી મુક્ત કરી. દીકરીના લગ્નના ખર્ચથી બાળકીઓનો ગર્ભપાત થતો. જેથી દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ. યોજના લવાઈ. દીકરીઓની સંખ્યા ઘટતા અસલામત સમાજ તરફ આગળ જવાય છે. હેલો કમલશક્તિ યોજનાનો નંબર પર બહેનો મિસ કોલ કરતા, તેમનાં માટે બનેલી યોજનાઓ જાણી શકાશે. તેના લાભ લેવાની પ્રક્રિયા જાણી શકાશે. ગુજરાતમાં 1.18 કરોડ ભાજપના પ્રાથમિક સભ્યો. પેજ કમિટીના 84 લાખ સભ્યો.