Death by Heart Attack: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટએટેકના અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકથી પાંચ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. મોરબીના વાંકાનેરની સંઘવી શેરીમાં હાર્ટ એટેકથી સહદેવભાઈ ગોસાઈ નામના વ્યકિતનું મૃત્યુ થયું છે. સહદેવભાઈ પોતાના ઘર પાસે ચક્કર આવતા પડી જતા મોતને ભેટ્યા છે. તો અન્ય એક ઘટનામાં વાંકાનેરના નૂર પ્લાઝા ખાતે ઉત્તરપ્રદેશના યુવાન માટે હ્રદયરોગનો હુમલો પ્રાણઘાતક સાબિત થયો છે.  ઉત્તરપ્રદેશના ફૈજાબાદના રહેવાસી અલીફશેન શેખનું મોત થયું.


આ તરફ સુરતમાં પણ હાર્ટ એટેકના બે મોત થયા છે. મહારાષ્ટ્રથી બહેનની દીકરીની સગાઈમાં આવેલી 42 વર્ષીય રત્નમાલા ખાંડેરામને ઓચિંતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો. ત્યારબાદ ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. મૃતક મહિલાને સંતાનમાં 15 વર્ષીય બાળક છે. તો અન્ય એક ઘટનામાં સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ડુમ્મસના સાહિલ પટેલ રાત્રીના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવારમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત થયું હતું.


કોરોના (કોવિડ-19) બાદથી તમામ ઉંમરના લોકોમાં હૃદયરોગનું જોખમ ઝડપથી વધી ગયું છે. ખાસ કરીને યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલની ફરિયાદ ઝડપથી વધી રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ખરાબ કોલેસ્ટ્રોલના કેસ મોટાભાગે 20 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જોકે પહેલા એવું માનવામાં આવતું હતું કે આ બધી બીમારીઓ વધતી ઉંમર સાથે થાય છે. પરંતુ આજકાલ તે કોઈપણ ઉંમરના લોકોને અસર કરી રહી છે.


કોલેસ્ટ્રોલ લીવરમાંથી બને છે. કોલેસ્ટ્રોલ એક હોર્મોન છે. જે વિટામિન ડીના સંશ્લેષણ અને પાચન માટે જરૂરી પિત્ત ક્ષારોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોહીમાં લિપોપ્રોટીનનું કામ કરે છે. એચડીએલને સારું કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે.


આ કારણે યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે


યુવાનોમાં ખરાબ કોલેસ્ટ્રોલના ઘણા કારણો હોઈ શકે છે. સૌથી ખરાબ ખાવાની આદતો અને જીવનશૈલી. ખરાબ ચરબી અને પ્રોસેસ્ડ ફૂડ. આજકાલ યુવાનો બહારનું ખાવાનું ખૂબ પસંદ કરે છે. જેમાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ બધું શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. આ સિવાય આજકાલ લોકોમાં સોફ્ટ ડ્રિંક્સ, નાસ્તો અને ખાંડનું સેવન ઘણું વધી ગયું છે. જેના કારણે લિપિડ બેલેન્સ ખોરવાય છે. અને તેના કારણે હૃદય રોગનો ખતરો વધી જાય છે.


જો તમે ખરાબ કોલેસ્ટ્રોલથી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો તમારા માટે દર મહિને ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. દર ત્રણ મહિને તમારું કોલેસ્ટ્રોલ લેવલ તપાસો. 20 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દર 5 વર્ષે તેમના કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જીવનશૈલી અને આહારનું પણ ખાસ ધ્યાન રાખો. દરરોજ 30 મિનિટ વ્યાયામ કરો. અને આલ્કોહોલનો ઉપયોગ ઓછો કરો.