Asaram rape case:  બળાત્કારી આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. બળાત્કારી આસારામને 50 હજારનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. સોમવારે જ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો હતો. 2001માં દુષ્કર્મ બાદ 2013માં ગુનો નોંધાયો હતો. આસારામને મહત્તમ સજાની માંગ કરાઈ હતી.  ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. 6 ઓક્ટોબર 2013ના ગુનો નોંધાયો હતો. કલમ 376,377માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 


ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ સોમવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.  જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.


એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ


આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 


મહત્વનું છે કે, બંને બહેનોમાંથી એક બહેને આસારામ પર જ્યારે બીજી બહેને નારાયણ સાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મોટી બહેને આસારામ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે. ઘટના બની ત્યારે આ બંને બહેનો અમદાવાદમાં રહેતી હતી. જેલમાં બંધ આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કેદની સજા થઈ હતી. 









અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.


આસારામને દુષ્ક્રમના અન્ય કેસમાં સજા પડી હોવાથી હાલ તે રાજસ્થાનમાં જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમના દ્વારા જામીન પણ માગવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટે જામીન અરજી ફગાવી દિધી હતી.