Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે.  લીબંડી-અમદાવાદ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં બે પુરૂષોના ઘટના સ્થળે અને એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે મોત થયું છે.


ક્યાં અને કેવી રીતે બની ઘટના


અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા લીંબડી તેમજ પાણશીણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે એક મહિલાને રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલા નું મોત પણ નીપજ્યું હતું. ઇક્કો ગાડીમાં કુલ 5 લોકો સવાર હતા. રાજસ્થાનથી રાજકોટ પરત ફરી રહ્યાં ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇક્કોના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં રોડની સાઇડ પર ઉભેલી આઇસર સાથે અથડાઇ હતી. આ ઘટના આજે વહેલી સવારે નેશનલ હાઇવે લીંબડીનાં ચોરણીયા 66 કેવી સબ સ્ટેશન પાસે બની હતી.


મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત


મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે. પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે અથડાઈ હતી.


પોલીસે મૃતકોના પરિવારજનોને કરી જાણ






 

આ પણ વાંચોઃ