પંચમહાલ: પાવાગઢ દર્શને આવેલ એક પ્રેમીયુગલ મુશ્કેલીમાં મુકાયું હતું. મોતના મુખમાંથી બહાર આવેલા પ્રેમીયુગલને લઈને હાલમાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હકિકતમાં વાત એવી છે કે, પ્રેમિકા સાથે યુવક પાવાગઢ જંગલના હેલિકલ વાવ નજીક 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો.
ગઈ કાલે સાંજે યુવક યુવતી ખીણમાં પડ્યાં બાદ આખી રાત ઇજાગ્રસ્ત હાલતમાં રહ્યા હતા. આખી રાત ખીણમાં વિતાવ્યા બાદ બન્નોનો ચમત્કારીક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત યુવકે 108 ને જાણ કરી ત્યાર બાદ સ્થાનિક પોલીસ ફાયર ટીમ અને વન વિભાગની ટીમે સયુંક્ત ઑપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. પાવાગઢ દર્શન કર્યાં બાદ ગુરુવારની રાત્રે ખીણ નજીક પસાર થતા સમયે યુવકનો પગ લપસ્તા બન્ને ખીણમાં પડ્યા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યુ હતું. બંન્ને ઇજાગ્રસ્ત હાલ હાલોલ હૉસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
કાર અકસ્માતનો વીડિયો વાયરલ
પૂર ઝડપે આવી રહેલી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી
બનાસકાંઠા: ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો શોકીંગ છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે. કારની સ્પીડ એટલી હતી કે જાણો કોઈ રેસિંગ ચાલતી હોય. પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી.
પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી