નવસારી: શુક્રવારે વીજલપોર નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. હદ વિસ્તરણને લઈને પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. વિજલપોરને નવસારીમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચાં ચાલી રહી હતી તે દરમિયાન ઉપપ્રમુખે પ્રમુખને લાફો ઝિંકી દીધો હતો. જેને લઈને સભામાં હાબાળો મચી ગયો હતો.


જિલ્લાના વીજલપોરને નવસારીમાં સમાવવાને લઈને નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો હતો. આ વિવાદને લઈને સામાન્ય સભા બોલવામાં આવી હતી. તેમાં આંદરો અદર જ સભ્ય વચ્ચે ભડકો થયો હતો.

ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદીને લાફો ઝિંકી દીધો હતો. મહત્વપૂર્ણ છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાયો ચડાવી હતી. જોકે વીજલપોરને નવસારીમાં સામાવાને લઈને ભાજપમાં બે જૂથ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

વીજલપોર પાલિકાની સામાન્ય સભામાં જોત જોતામાં છૂટાહાથની મારામારીના દ્રશ્ય સર્જાયા હતાં. ભાજપનાં ચૂંટાયેલા 17 સભ્યોએ બળવો કર્યો હતો. વીજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ કિન્નાખોરી રાખવામાં આક્ષેપ કરવામાં આવ્યા છે.