ભુજ: સુરક્ષા ગાર્ડની બહાદુરી, ભુજોડીમાં ATM પર ચોરી કરવા આવેલા તસ્કરોને ભગાડ્યા
abpasmita.in | 17 Dec 2019 08:41 PM (IST)
સુરક્ષા ગાર્ડે સમયસૂચકતા અને હિમ્મત દર્શાવતા મધરાત્રે એટીએમ લૂટવા આવેલા તસ્કરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
કચ્છ: ભુજના ભુજોડી પાસે સોમવારે એ.ટી.એમ માંથી ચોરી કરવા આવેલા તસ્કરો સામે સુરક્ષા ગાર્ડે બહાદુરી દર્શાવતા ચોરી થતી અટકાવી હતી. સુરક્ષા ગાર્ડે સમયસૂચકતા અને હિમ્મત દર્શાવતા મધરાત્રે એટીએમ લૂટવા આવેલા તસ્કરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મધરાત્રે તસ્કરો જ્યારે એચ.ડી.એફ.સી બેન્કના એટીએમ પર ત્રાટ્યા હતા ત્યારે સુરક્ષા ગાર્ડે પેનિક બટન વગાડી દેતા તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. ગાર્ડે બહાદુરી દર્શાવતા એટીએમમાં પડેલા લાખો રૂપિયા બચાવી લીધા હતા.