સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી.
પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અચાનક પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયું વાતાવરણ જોવા મળતાં જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
અચાનક પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતાં ગરમીમાં આંશિક રાહત મળી હતી. વાતાવરણમાં પલ્ટો આવતાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો? ખેડૂતો ચિંતામાં મુકાયા? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 10:49 AM (IST)
સમગ્ર ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -