Gujarat Weather Forecast: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ફરી એકવાર કહેર વર્તાવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતથી લઇને અમદાવાદ-ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી એક અઠવાડિયુ ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે ક્યાં ક્યા વરસાદ પડશે તેની ચેતવણી આપી છે.
રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થયો છે, લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી ઠેક-ઠેકાણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયુ ધોધમાર વરસાદ વરસશે, એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં એલર્ટ અપાયુ છે. આજે રાજ્યમાં સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 67 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે. પરંતું 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી ખાડીના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો હાલ ગાઢ વાદળોથી ઘેરાયેલા છે. અમદાવાદમાં ગત રાતથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી અમદાવાદમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી હતી. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો વરસાદ વરસી રહ્યો છે. સિસ્ટમ આગળની તરફ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા હજુ પણ ગુજરાતમાં આગળના દિવસોમાં વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સારો વરસાદ વરસશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું જોર ધીમે ધીમે વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ 19થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદનું અનુમાન છે. આ ત્રણ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું અનુમાન પણ છે. ત્યારબાદ 23થી 25 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. હવામાનના કેટલાક મોડલ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા પણ બતાવી રહ્યાં છે. આ સિસ્ટમ બાદ એક બીજી સિસ્ટમ પણ જનરેટ થઇ રહી છે. જેથી ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી લગભગ સારો વરસાદ રહેશે.