Gujarat Assembly By Poll 2024: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. રાજ્યની 25 લોકસભા બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.
આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થયું હતું. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 59.16 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સરેરાશ 59.16 ટકા મતદાન થયું છે. વાઘોડિયામાં સૌથી વધુ 70.20 ટકા મતદાન થયું છે. માણાવદરમાં સૌથી ઓછુ 48.45 ટકા મતદાન થયું છે.
કઈ કઈ બેઠક પરથી કોણે આપ્યા હતા રાજીનામાં?
1. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
2. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
3. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
4. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
5. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.