Phase 3 voting in gujarat: રાજ્યમાં ત્રીજા ફેજનું મતદાન પૂર્ણ થવાને હવે ગણતરીની જ મિનિટો બાકી છે. વિવિધ રાજકીય હસ્તીઓ ઉપરાંત ફિલ્મ અભિનેતાઓ અને ખેલાડીઓએ પણ મતદાન કર્યું છે. આજે જામનગરના રાજવી પરિવારના જામ શત્રુશલ્યસિંહજીએ મતદાન કર્યું છે. તેમણે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ શાળા નંબર 11 ખાતે  મતદાન કર્યું છે.




આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ જામનગર ખાતે  મતદાન કર્યું છે. પંચવટી કોલેજ ખાતે આજે બપોર બાદતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે,  જામનગરની જનતાને અપીલ કરી કે તમામ નાગરીકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તેમના પત્ની અને બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે. અમરેલી બેઠકના ભાજપના પ્રભારી અને પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ જામનગરની સેન્ટ આન્સ ખાતે મતદાન કર્યું છે.


રાજ્યમાં 5  વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન


રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 30 મિનિટ જ બાકી છે.  સાંજ પડતા જ મતદાન મથકો પર ફરી લાઈનો લાગી છે.  છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે. 


લોકસભાની 25 બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન



  • 5 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 46 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 44.03 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 53 ટકા મતદાન

  • 5 સુધીમાં બનાસકાંઠા બેઠક પર 58.74 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 57.90 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 59 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 42.35 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 57.20 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 49.95 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 50 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 44.51 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 48.47 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 43.18 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 49.11 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 50.20 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 50 ટકાને પાર

  • 5 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 49 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 47.74 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 40 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 49.88 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 53.44 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 47.93 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 50 ટકા મતદાન

  • 5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન