ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપના સ્નેહમિલન અને કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે જે પણ ચુકાદો આવે તેને માન્ય રાખી અને ગુજરાતમાં શાંતિ સદભાવના અને સૌહાર્દ જાળવી રાખે.
અલીગઢમાં મોબાઈલ ઈંટરનેટ સેવા 24 કલાક સુધી બંધ રહેશે. સોશલ મીડિયામાં તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ, કર્ણાટક અને દિલ્લીમાં તમામ શાળા અને કોલેજો આજના દિવસ માટે બંધ રહેશે. જમ્મૂ કશ્મીરમાં આગળના આદેશ સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ રાજ્ય પોલીસવડાએ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજા રદ્દ કરી દિવસભર પેટ્રોલીંગ કરવાનો આદેશ આપ્યો છે.