Dhirendra Shastri LIVE: વિશ્વ ઉમિયાધામ પહોચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, મા ઉમિયાની આરતી અને પૂજા કરશે

સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 28 May 2023 06:15 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં...More

વિશ્વ ઉમિયાધામ પહોચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

 બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામ પહોચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરશે. આ ઉપરાંત બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે. શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે.વિશ્વ ઉમિયાધામમાં બાબાનુ સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.