મોરબી: ઝૂલતા પૂલ દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે જ્યારે એક પેન્ડિંગ છે. મોરબી સેસન્સ કોર્ટમાં સુનવણી બાદ અરજી નામંજૂર કરવામાં આવી છે. ઓરેવા કંપનીના મેનેજર સહિતના આઠ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જ્યારે એક આરોપીની જામીન અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 135 લોકોનો ભોગ લેનાર ઘટનામાં મોરબી કોર્ટે આરોપીઓને જામીન ન આપતા તમામ હાલમાં જેલમાં જ રહેશે.
ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જગદીશ ઠાકોરે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે ભાજપ જેલમાં ખૂંખાર કેદીઓ સાથે બેઠક કરી રહ્યો છે. ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે. જેલમાં કેદી સાથે ભાજપ મીટિંગ કરે છે. ચૂંટણી જીતવા માટે ભાજપ કેદીઓને પેરોલ પર છોડે છે.
બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા આહવાન કર્યું હતું.
બીજા તબક્કાના મતદાનને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સીટો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે અને ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કિર્તીસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને તે બાદ બાઈક રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા હતા.
મંત્રી કિર્તીસિંહ વાઘેલાના ગઢમાં જ જનસભા સંબોધી ત્યારે સભામાં પહોંચેલી જન મેદનીને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસે કરેલા કામો પણ ગણાવ્યા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજથી તેમના નાના ભાઈ અમૃત ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી.