ગાંધીનગર: ગુજરાતમાં તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા, ગુટખાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયુ છે.
 
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવુંએ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.


રાજ્ય સરકાર દ્વારા ગુટખા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કર્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીઓની તપાસ કરી દંડ વસુલાત કરવામાં આવતી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.


આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain)પડ્યો છે. હવામાન વિભાગ (IMD)દ્વારા  આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 27 થી 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં(Gujarat) સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે.


 


હવામાન વિભાગની કહેવા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.



હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.