ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain)પડ્યો છે. હવામાન વિભાગ (IMD)દ્વારા આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 27 થી 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં(Gujarat) સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગની કહેવા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તે સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે.