દિયોદરઃ બનાસકાંઠામાં ટ્રેનની અડફેટે યુવકનું મોત થતા પરિવારે રોકકડ કરી મૂકી હતી. તેમજ આસપાસથી પણ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, દિયોદર ભાભર ફાટક પાસે યુવાનને ટ્રેને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંધીધામ તરફથી પાલનપુર જતી ઓઇલ રેલવે ટ્રેનમાં આવી જતાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. તેમજ ઘટના સ્થળે પરિવાર આવી જતાં આક્રંદ કરી મૂક્યો હતો.
યુવાન ભાભરના ખારા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ખારાના રમેશજી લાધાજી ઠાકોર ૪૫ વર્ષનો યુવાન અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું. યુવાનની લાશને રેફરલ હોસ્પિટલ દિયોદર ખાતે પીએમ અર્થે ખસેડાઈ
Jamnagar : કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીની હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?
જામનગરઃ લાલપુરના ઝાખર ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી નર્સ હોવાનું અને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શંકા છે. પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સીમા કાંતિભાઈ પાંડાવદરા(ઉં.વ.22)ની કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની છે. તેમજ જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને તેની જ હોસ્પિટલમાં રહેતી હતી.
ગત 13મી મેના રોજ સહી કરીને યુવતી બહાર નીકળી હતી. આ પછી બીજા દિવસે 14મીએ તેની લાશ મળી આવી હતી. યુવતીએ પહેરેલા કપડા પરથી તેની સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અન્ય યુવતીએ લાશ ઓળખી કાઢી હતી. યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને ગઈ હોવાથી તેની ઓળખ થઈ હતી. પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરતાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે પોલીસ અનેક શકમંદોની અટક કરતી કેસ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે.