Banaskantha: બનાસકાંઠામાંથી વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ડીસા પાસે આવેલ વાસણા-ગોળીયા ગામના તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થયા લોકોમાં ચિંતા પેઢી છે. આ ઘટના બાદ ગામના સરપંચ સહિત ગામલોકોએ માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ કરાવવાની માંગ કરી છે.


માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડીસા તાલુકાના વાસણા-ગોળીયા ગામમાં આજે તળાવમાં એક પછી એક એમ હજારો માછલીઓનું મોત થયું છે. અચાનક એક સાથે હજારો માછલીના મોત થતાં જ લોકો ગભરાયા છે. આ સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત લોકોના ટોળા તળાવ પર દોડી આવ્યા હતા, જ્યાં તળાવમાં હજારો મૃત્યુ પામેલ માછલીઓ તરતી હાલતમાં જોવા મળી હતી, આવી રીતે અચાનક માછલીના મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી હતી, ગ્રામજનોનું માનવું છે કે કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાંખી દીધું હોય એવી અમને શંકા છે. આ માટે અમે સ્થાનિક મામલતદાર અને અન્ય વિભાગમાં પણ જાણ કરી છે અને માછલીના મોત અંગે તટસ્થ તપાસ થવી જોઈએ.


વાસણા ગોળીયા ગામમાં આવેલું આ વર્ષો જૂનું તળાવ છે અને આ તળાવમાં બારેમાસ પાણી રહેતું હોવાના કારણે રોજબરોજ આજુબાજુ માંથી હજારો પશુ પંખીઓ આવીને પાણી પી તેમની તરસ છુપાવે છે, ત્યારે માછલીઓના મોત બાદ હવે ગ્રામજનોને પશુ પંખીઓની ચિંતા સતાવી રહી છે. લોકો એક જ માંગ લઇને અડ્યા છે કે, સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક તપાસ કરવી જોઇએ. 


 


Banaskantha News: સાટા પ્રથામાં થરાદની પરિણીતાનો લેવાયો ભોગ, સાસરીયાઓએ ઉતારી મોતને ઘાટ


Banaskantha News: સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જોકે એ બાબતે વારંવાર મેણાટોણા અને વારંવાર ના ઝઘડાને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી દીધી હતી અને તેની લાશને તળાવમાં ફેંકી દીધી હતી. જો કે થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી સાસુ સસરા અને દિયરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.


થરાદ તાલુકાના આંત્રોલ ગામના તળાવમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થરાદ પોલીસને 26 મે એ થઈ હતી .ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે મહિલાનો મોબાઇલ મળ્યો હતો અને તળાવમાંથી લાશ બહાર નીકાળી અને થરાદ રેફરલમાં પીએમ અર્થે મોકલી દેવાઇ હતી. જોકે પોલીસે ત્યારબાદ ત્રણ ટીમો બનાવી અને આ મહિલાની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં ગૃહ કલેશમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું.


26 મે આંત્રોલ ગામના તળાવમાંથી સૌરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જો કે જિલ્લા પોલીસ વડાએ આ હત્યાની ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસની ત્રણ ટીમો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જો કે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી ત્યારે શકમંદ એવા મૃતક મહિલાના સાસુ-સસરા અને દિયરની પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદ પોલીસને સફળતા મળી હતી. પોલીસ પુછપરછમાં મહિલાના હત્યારા એવા આરોપીઓએ મહિલાની હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી.


આરોપીઓની કબુલાતમાં હત્યાનો સમગ્ર મામલો સાટા પ્રથાની બાબતમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક સૌરમબેનની નણંદ રમીલાબેન નાઈની સગાઈ રાજસ્થાનના ગુંદઉં ગામમાં કરેલી હતી. એક માસ પહેલા તેની નણંદ રમીલાબેનના લગ્ન નહીં કરાવતા તેના પિતા તેની સાસરીમાં આવ્યા હતા અને ચાંદીના કડલા અને તોડા લઈને આવ્યા હતા. જોકે આ દાગીનાને લઈને આરોપી એવા તેની સાસુ વાદળીબેન નાઈએ કડલા અને તોડા નાના લાવવા બાબતે બોલચાલ શરૂ કરી હતી અને મૃતક સૌરમબેન નાઈને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જોકે સાટા પ્રથાનો અણગમો રાખી અને 25 તારીખે સાસુ સસરા અને દિયરે સોનમ બેન નાઈની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.









ગુનો છુપાવવા માટે બીજી રાતે સવારે સાડા પાંચ વાગે સસરા તગાભાઈએ તળાવની નજીક મૃતક સૌરમબેનનો મોબાઇલ મૂકી દીધો હતો. પછી મૃતક સૌરમબેન ગુમ થવાની પોલીસને જાણ થઈ હતી અને મોબાઈલ લોકેશનને આધારે મૃતકનો મોબાઈલ તળાવના કીનારે મળ્યો હતો. ત્યારબાદ મૃતકની લાશ તળાવમાંથી મળી હતી . પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ ટીમોની રચના કરી હતી અને થરાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વિલન્સ અને બાદમીદારોને આધારે પૂછપરછ કરતા શંકા સાસુ સસરા અને દિયર પર ગઈ હતી ત્યારબાદ પોલીસે આ ત્રણેયની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં આખા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.