Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં આખો પરિવાર વિખેરાઇ ગયો છે. માહિતી પ્રમાણે, બનાસકાંઠાના કાંકરેજ નજીક થરા હાઈવે પર ગઇકાલે બાઇક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાત એટલો ભયાનક હતો કે, જેનાથી આખો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો, અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થઇ ગયા હતા, જેમાં પિતા, પત્ની અને બાળકીનું ઘટના સ્થળે મોત થયુ હતુ. અકસ્માત આ ત્રણેયના મૃતદેહોને નજીકની થરા રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી જાણીતા દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત
'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયોથી સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા કોમેડિયન દેવરાજ પટેલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બધાને હસાવનાર દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના રાયપુરના તેલીબંધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેવરાજની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત દરમિયાન તેની સાથે રહેલા એક મિત્રને ગંભીર ઈજા પહોંચી છે.
ટ્રકે દેવરાજની બાઇકને ટક્કર મારી હતી
સમાચાર અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દેવરાજ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની બાઇકને વધુ સ્પીડે જઈ રહેલા ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં દેવરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
યુટ્યુબ પર લાખો લોકો દેવરાજને ફોલો કરે છે
દેવરાજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. યુટ્યુબ પર પણ દેવરાજના લાખો સબસ્ક્રાઈબર્સ છે. જ્યાં તે લોકોને હસાવવા માટે મોટાભાગે કોમેડી વીડિયો બનાવતો હતો. દેવરાજના નિધનથી તેના ચાહકો આઘાતમાં છે. ઈન્ટરનેટ પર પણ દરેક વ્યક્તિ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
દેવરાજે મૃત્યુ પહેલા જ આ વીડિયો બનાવ્યો હતો
જણાવી દઈએ કે દેવરાજ મહાસમુંદ જિલ્લાનો રહેવાસી હતો. જે તેના 'ભાઈ દિલ સે બુરા લગતા હૈ' વીડિયો માટે ફેમસ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ પણ દેવરાજને મળ્યા હતા. તેના મૃત્યુ પહેલા પણ દેવરાજે તેની ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો મૃત્યુના લગભગ ચાર કલાક પહેલાનો છે. જેમાં તે પોતાના ફેન્સને બાય કહેતો જોવા મળ્યો હતો.
Join Our Official Telegram Channel: