ગાંધીનગર: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. ઘોઘા, વલ્લભીપુરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં અઢી ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સોજીત્રા, છોટાઉદેપુરમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થશે.
અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, ગુજરાતમાં અહીં થશે જળપ્રલય
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલે બીજું શું કહ્યું
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.
ભાવનગરના શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છે. શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિહોરના વરલ, રામગઢ, થોરાળીમાં વરસાદ વરસ્યો છે. શિહોરના થાળા, બેકડી, સરકડીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી વરલ ગામની નદી બે કાંઠે થઈ છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા અને વરલ પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. શિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
વરલ,રામગઢ ,થોરાળી, થાળા, બેકડી, સરકડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા વરલ ગામની નદી બે કાંઠે વહી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ છે.