બનાસકાંઠા: બટુક મોરારિ નામના બનાસકાંઠાના એક શખ્સે એક મિનિટ અને 49 સેકંડનો વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપી છે.  સોશલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં આ શખ્સ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પાસે વીડિયો થકી એક કરોડ રૂપિયાની ખંડણી માગતો નજરે પડે છે. ગાદી પર બેસી રહેવું હોય અને અકસ્માતથી બચવું હોય તો પાંચ તારીખ પહેલા એક કરોડ રૂપિયા મોકલાવી આ શખ્સ ધમકી આપે છે.  પોતાનો મોબાઈલ નંબર બોલવાની સાથે પોતાની જાતને આ શખ્સ રામ કથાકાર ગણાવે છે.


બનાસકાંઠાના વાવના  બટુક મોરારીએ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે. જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી આપવામાં આવી છે.


GPSCની PIની પરીક્ષાનું પરિણામ જાહેર


ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.


ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે  જનરલ કેટેગરીમાં 418.5 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે મહિલા વર્ગમાં જનરલ કેટેગરીમાં  391.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગમાં


પુરુષ કેટેગરીમાં 410.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની કેગેટરીમાં  મહિલાઓ માટે  370.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 398.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 362.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.