Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાંથી BSF જવાનોએ એક પાકિસ્તાન ઘૂસણખોરને પકડ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયારામ તરીકે કરવામાં આવી છે. 04 એપ્રિલ 2023 ના રોજ દયારામ પકડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના નડેશ્વરી ખાતેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બેરિકેડ ઓળંગતો  હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.


થોડા દિવસો પહેલા સિરક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષ દળે એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ ઘૂસણખોરોને ઝડપાયા હતા જો કે આ બોટમાંથી કોઈ જ સંદિગ્ય સામાન મળ્યો નથી અને ઝડપાયેલા માછીમારો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગુજરાત ફ્રન્ટીયર સીમા સુરક્ષા દળના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ સીમા સુરક્ષા દળના જવાનો ફાસ્ટ બોટ મારફત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિરક્રીક વિસ્તારમાં ભારતીય હદમાં એક પાકિસ્તાની બોટની હિલચાલ નજરે ચડી હતી. આથી સીમાદળના જવાનોએ ફાસ્ટબોટને દોડાવી ઘૂસેલી બોટને ઘેરી લીધી હતી. ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની તલાશી લેતાં તેમાંથી કોઈ સંદિગ્ધ સામાન મળ્યો નહતો. આ બોટમાંથી ત્રણ ઘૂસણખોર પાકિસ્તાની માછીમાર એવા 65 વર્ષના સૈયદ ગુલામ મુર્તજા, હસન મોહમ્મદ શાહ (રહે. વિલબલદિયા-કરાચી) અને 54 વર્ષીય અલી અકબર અબ્દુલગની (રહે. અકાઈ કોલોની - ભુટકેમારી, કરાચી)ને ઝડપી લેવાયા હતા. આ માછીમારોની પૂછતાપછમાં તેમણે આપેલી વિગતો મુજબ તેમની બોટનું ઈન્જિન ખરાબ થઈ ગયું હતું અને ભારે પવન તથા ઊંચા ઉછળતા મોજાના લીધે આ બોટ અજાણતા ભારતીય સીમાની સિરક્રીક બાજુ આવી પહોંચી છે. થોડા દિવસ અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડયા હતા.   


હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ? પહેલા વાંચી લો આ સમાચાર


 હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતીને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.