Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવામાં મહત્વનો યોગદાન હોય તો તે છે બનાસકાંઠા જિલ્લાનું. બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે એક અપક્ષને ફાળે ગઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લાના પરિણામોમાં કેટલા અપસેટ પણ જોવા મળ્યા. ધાનેરા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર જીત્યા તો પાલનપુર બેઠક પરથી ભાજપને બે ટર્મ બાદ અહીં જીત મેળવવામાં સફળતા મળી છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા એ પણ હારનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાએ કોંગ્રેસની લાજ રાખવામાં મદદ કરી છે. જોકે તેમાંય વર્ષ 2017ના પરિણામની સરખામણીએ કોંગ્રેસે 2 બેઠક ઓછી મળી છે.
વર્ષ પ્રમાણે ક્યા પક્ષને કેટલી બેઠક ?
વર્ષ 2012
કોગ્રેસ- 7
ભાજપ - 2
વર્ષ 2017
કોગ્રેસ - 6
ભાજપ - 3
વર્ષ 2022
કોગ્રેસ- 4
ભાજપ - 5
વાવ
વિજેતા ઉમેદવાર
ગેનીબેન ઠાકોર, કોગ્રેસ
૧૬,૨૩૭ મતથી વિજય
થરાદ
વિજેતા ઉમેદવાર
શંકરભાઇ ચૌધરી, ભાજપ
25865 મતથી જીત
ધાનેરા
માવજીભાઇ દેસાઇ, અપક્ષ
૩૫,૬૫૭ મતથી વિજય
દિયોદર
કેશાજી ચૌહાણ, ભાજપ
૩૮,૫૫૩ મતથી વિજય
ડીસા
વિજેતા ઉમેદવાર
પ્રવીણભાઈ માળી, ભાજપ
૪૧,૪૦૩ મતથી વિજય
કાંકરેજ
અમૃતજી ઠાકોર, કોંગ્રેસ
૫,૩૪૯ મતથી વિજય
પાલનપુર
અનિકેત ઠાકર, ભાજપ
૨૭,૦૪૪ મતથી વિજય
વડગામ
જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ
૩,૮૫૭ મતથી વિજય
દાંતા
કાંતિ ખરાડી, કોંગ્રેસ
૬,૪૪૦ મતથી વિજય
આ પરિણામની મોટી વાત એ છે કે આંદોલનકારી નેતા અને કોંગ્રેસ અને કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી પણ એક તબકે પાછળ ચાલી રહ્યા હતા પરંતુ અંતે તેમની જીત થઈ હતી. એટલું જ નહીં પરંતુ પાલનપુર અને ડીસા બેઠક પરથી પહેલી વાર ભાજપ માટે લડી રહેલ ઉમેદવારોએ પણ જીતનો સ્વાદ ચાખ્યો. મહત્વની વાતે એ રહી કે રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા પણ કાંકરેજ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો.
કૉંગ્રેસમાંથી જીતેલા 17 ઉમેદવારોને જાણો કેટલી લીડ મળી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા 8181
આંકલાવ અમીત ચાવડા 2729
વીજાપુર સી.જે.ચાવડા 7053
વડગામ જીગ્નેશ મેવાણી 4928
વાવ ગેનીબેન ઠાકોર 15601
દાંતા કાંતિ ખરાડી 6327
કાંકરેજ અમૃતજી ઠાકોર 5295
પાટણ કિરીટ પટેલ 17177
ચાણસ્મા દિનેશ ઠાકોર 1404
વાંસદા અનંત પટેલ 35,033
દાણીલીમડા શૈલેશ પરમાર 13,487
જમાલપુર ખાડીયા ઈમરાન ખેડાવાલ 13,658
ખંભાત ચિરાગ પટેલ 3711
ખેડબ્રહ્મા તુષાર ચૌધરી 1464
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ 26620
માણાવદર અરવિંદ લાડાણી 3553
સોમનાથ વિમલ ચુડાસમા 922