Banaskantha Earthquake: બનાસકાંઠાના પાલનપુરમાં 20 સેકંડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.27 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું  એપી સેન્ટર ક્યાં છે તેની આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા તપાસ શરૂ  કરવામાં આવી છે.


સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા ગામ, જ્યાં એક માસમાં 13 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા


 સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે.  સાવરકુંડલા તાલુકાનું મીતીયાળા ગામ મીતીયાળા અભ્યારણ તરીકે જાણીતું છે.  ગામના સ્થાનિકો જણાવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ભૂકંપના નાના મોટા આંચકા  અનુભવી રહ્યા છે.  ગામ લોકો ભયના ઓથાર નીચે જીવે છે.  ગત ઉનાળાથી ભૂકંપના આંચકા ચાલુ થયાં છે.  ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતું એક ડુંગર આવેલો છે.  મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે. 


આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.  ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે.  નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે. 


ગામના સરપંચ જણાવી રહ્યા છે કે ગામની વસ્તી 1700 થી 1800 ની છે.  ગામની ચારે બાજુ ડુંગરની હારમાળા જોવા મળે છે.  છેલ્લા બે વર્ષથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે પરંતુ છેલ્લા એક માસમાં 13 જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવી ગયા છે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તપાસ નથી થઈ તેવું સરપંચ જણાવી રહ્યા છે.  ભૂકંપના આંચકા આવી રહ્યા છે તે કયા કારણેથી આવે છે તે તપાસનો વિષય છે.  તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરાવવામાં આ તે જરૂરી છે. 


ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો



  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.

  • મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.

  • ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.

  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો.

  • કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.

  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.

  • આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.

  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો..

  • પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે

  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.

  • નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..

  • સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.

  • ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો

  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.