Banaskantha: વાવની પેટાચૂંટણીનો જંગ જીવતા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાભરમાં આજે પ્રચંડ પ્રચાર કરશે તો મુકુલ વાસનિક વાવમાં સભા ગજવશે. વાવ પેટાચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી પણ મેદાનમાં ઉતરશે.


વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી પ્રચારમાં જોડાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે ભાભરમાં વાવ વિધાનસભાના કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે.


વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી પણ આજે શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે બાઈક રેલી યોજ્યા બાદ ધ્રચાણા ગામે સભા સંબોધશે. વાવ પેટાચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી પણ મેદાનમાં ઉતરશે. પ્રભારી મુકુલ વાસનિક આજે વાવમાં સભા સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના કોતરવાડા ગામે બેઠક યોજી હતી. ઠાકોર સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અપીલ કરી હતી.


ક્યારે યોજાશે પેટાચૂંટણી


વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવશે. વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે. જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે. 321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે. પેટા ચૂંટણીમાં સભા,રેલી સરઘસ કાઢવા માટે મંજૂરી લેવી પડશે. વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   


સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં સ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.            


વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ