બનાસકાંઠા: લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બન્યા બાદ પણ રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે.  બનાસકાંઠાના ડીસામાં લવ જેહાદનો શિકાર બનાવી એક હિંદુ દિકરીને ફસાવી તેના પરિવારનું ધર્મપરિવર્તન થયો હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ હિંદુ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.


લવ જેહાદ વિરૂદ્ધ નક્કર કાર્રવાઈની માગ સાથે બનાસકાંઠાનું ડીસા બંધનું એલાન અપાયુ હતું.  તમામ દુકાનદારો અને વેપારી સંગઠનોએ હિંદુ સંગઠન સાથે મળીને બંધમાં જોડાયા હતા.  જડબેસલાક બંધની સાથે જ સેંકડો કાર્યકર્તાઓએ ન્યાયની માગ સાથે આજે ડીસામાં મહારેલી નીકળી હતી.  જો કે રેલી પૂરી થાય ત્યાં જ હીરા બજાર પાસે પોલીસે હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.  પોલીસના લાઠીચાર્જના કારણે દોડધામ મચી ગઈ હતી. આ સાથે જ લાઠીચાર્જ અને દોડધામનો જે વીડિયો સામે આવ્યો તેમાં એક યુવક લોહીલૂહાણ પણ નજરે પડ્યો હતો.  ભીડને દુર કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તેવી ચર્ચાની વચ્ચે આ પ્રકારની ઘટના ન બની હોવાનો અને રેલી શાંતિથી પૂરી થઈ હોવાનો જિલ્લા પોલીસ અધિક્ષકે દાવો કર્યો છે.  જો કે પોલીસ આ કાર્યકર્તાઓને ન રોકે તે પ્રકારનું ભાષણ કરતા સ્થાનિક ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ નજરે પડ્યા છે. 


કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાતઃ સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.


રાજકોટમાં કેજરીવાલનો ડોર ટુ ડોર પ્રચાર


રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં  મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.


રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.